વાનકુવરઃ વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના શનિવારે સાંજે ફ્રેઝર વિસ્તારમાં લાપુ લાપુ ડે ફેસ્ટિવલ દરમિયાન બની હતી. વેનકુવરના સનસેટ ઓન ફ્રેઝર પર ફિલિપિનો સમુદાય ભેગો થયો હતો ત્યારે હુમલો કરાયો હતો. પોલીસે જણાવ્યું કે, 30 વર્ષીય વાનકુવર નિવાસીને ઘટનાસ્થળેથી ઝડપી લેવાયો છે. પીએમ માર્ક કાર્નીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને તેમની સોમવારની ચૂંટણી સભાઓ રદ્દ કરી હતી.