ફુર્કા પાસઃ એન્જિનિયરિંગ અને કુદરતનો સંગમ

Friday 23rd May 2025 06:10 EDT
 
 

સ્વિટ્ઝર્લેન્ડના ફુર્કા પાસનો 2029 મીટરની ઊંચાઇએ આવેલો આ પર્વતાળ રસ્તો આલ્પ્સની ગોદમાં એક ચમત્કારથી કમ નથી. એકદમ સાંકડા, તીવ્ર વળાંકો ધરાવતા આ રસ્તા પરથી પસાર થતાં આ ઐતિહાસિક માર્ગ પર ચઢાણ કરીએ છીએ ત્યારે દરેક વળાંક પર પ્રકૃતિનો એક નવો જ નજારો જોવા મળે છે - બરફથી ઢંકાયેલા પહાડ, ઊંડી ખીણો અને દૂર દૂર સુધી ફેલાયેલા ગ્લેશિયર... અહીંના સૌથી ખાસ સ્થળોમાંથી એક છે રોન ગ્લેશિયર અને તેની નીચે બનેલો બરફનો ગુફા માર્ગ, જે પર્યટકોને ગ્લેશિયરના દિલ સુધી દોરી જાય છે. ગરમીના દિવસોમાં જ ખૂલ્લો મૂકાતો આ માર્ગ એક પ્રવાસ નહીં, એક અવિસ્મરણીય અનુભવ છે - સ્વીસ એન્જિનિયરિંગની કમાલનો અને પ્રકૃતિની ભવ્યતાના સંગમનો.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter