આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સોશિયલ મીડિયા પરથી પોતાની અને સમર્થકોની પોસ્ટ હટાવવાને કારણે ઘૂંઘવાઈ ગયું છે. તેણે ધમકી આપી છે કે જો તેના પક્ષમાં થતી પોસ્ટ ફેસબુક અને ટ્વિટર પરથી દૂર કરાશે તો તેમના સીઈઓએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. એક વીડિયોમાં દાવો કરાયો હતો કે સોશિયલ મીડિયા પર આ સમર્થકોના લગભગ ૧૦,૦૦૦ એકાઉન્ટ છે. વીડિયો પ્રસિદ્ધ કરનારાએ પોતાને ‘ખલીફા સેનાનો દીકરો’ ગણાવ્યો હતો. એક ન્યૂઝ એજન્સીએ તેની હકીકતની તપાસ કરી છે. તેના ઓનલાઇન કન્ટેન્ટમાં માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટરના જેક ડોર્સીના ગોળીથી ચારણી થયેલા ફોટા લાગેલા છે.