ફેસબુક લાઈવ પર અનેક લોકોએ નેપાળમાં પ્લેનને ક્રેશ થતાં જોયું

Thursday 19th January 2023 04:52 EST
 
 

કાઠમંડુઃ નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે વિમાન ક્રેશ થતા આ ગોઝારા અકસ્માતમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં પાંચ ભારતીયો પણ હતા. જેઓમાંથી ચાર ગાઝીપુરના વતની છે. જ્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે એક ભારતીય યુવક સોનૂ જયસવાલ ફેસબુક પર લાઇવ હતો, જેમાં તે અને અન્ય મુસાફરો ખુશ દેખાતા હતા, અચાનક જ વિમાન ક્રેશ થઇ જતા ખુશીથી ભરેલી જિંદગીનો અંત આવી ગયો હતો. અને માતમ છવાઇ ગયો હતો. સોનૂ અને તેના સાથી મિત્રો નેપાળના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરે પોતાની માનતા પુરી કરવા માટે ગયા હતા. સોનૂ વિમાન બરાબર લેન્ડ થઇ જ રહ્યું હતું ત્યારે જ ફેસબુક પર લાઇવ હતો, વિમાન ઉતરવામાં માત્ર ૧૦ જ સેકંડ બાકી હતી ત્યારે ક્રેશ થઇ ગયું. સોનૂનો વીડિયો અત્યંત કરુણ છે. સોનૂ ખુશ હતો કે હવે તેનું વિમાન ઉતરી રહ્યું છે, પણ તેને નહોતી ખબર કે આ તેની અંતિમ સફર સાબિત થશે. વીડિયોમાં જોઇ શકાય છે કે વિમાન ક્રેશ થાય છે અને તુરંત જ આગ લાગી જાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter