ફ્રાન્સમાં પાંચમા શનિવારે યલોવેસ્ટ વિરોધીઓના દેખાવ!

Wednesday 19th December 2018 06:21 EST
 
 

પેરિસઃ ફ્રાન્સમાં બે મહિનાથી કાળઝાળ મોંઘવારીનાં વિરોધમાં ભભૂકી ઊઠેલો જનાક્રોશ સતત પાંચમા શનિવારે ૧૫મીએ પણ ભભૂકતો રહ્યો હતો. સતત પાંચમા શનિવારે હજારો યલોવેસ્ટ દેખાવકારો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ચેમ્પસ ઈલિસિસમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. લોકોએ ઘરમાં રહેવાની અપીલ ફગાવીને રાષ્ટ્રપતિ મેક્રોનની હકાલપટ્ટીની માગણી ચાલુ રાખી હતી. આ અઠવાડિયે સ્ટ્રેસબોર્ગમાં ગન એેટેક થયા પછી લોકોને દેખાવો સ્થગિત કરવા અપીલ કરાઈ હતી જેની દેખાવકારોએ અવગણના કરી હતી. આ ગન એટેકમાં ૪નાં મોત થયાં હતાં. પેરિસમાં કોઈપણ જાતની હિંસાને રોકવા ૬૯,૦૦૦ પોલીસકર્મીઓ સજ્જ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter