ફ્રાન્સમાં ભારતમાં કોરોના વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો

Wednesday 05th May 2021 01:49 EDT
 

પેરિસઃ ભારતમાં મળી આવેલો કોરોના વાઇરસનો નવો વેરિએન્ટ હવે ફ્રાન્સ સુધી પહોંચી ગયો છે. ફ્રાન્સ સરકારે તેમના દેશમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રણ લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા, જેમણે ભારતનો પ્રવાસ કર્યો હતો. હાલ આ લોકોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ ચાલી રહી છે. ફ્રાન્સમાં વાયરસના નવા સ્વરૂપના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોંએ દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા માટે છ મહિનાના પ્રતિબંધો બાદ ક્રમબદ્ધ રીતે કેટલીક ગતિવિધિઓને મંજૂરી આપવાની રાષ્ટ્રીય યોજનાનો ઉલ્લેખ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણી ફ્રાન્સના બચેસ જૂ રોને અને લોત એકગારોને વિસ્તારમાં ત્રણ લોકો વાયરસના આ નવા સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં મળી આવેલો કોરોનાનો નવો વેરીએન્ટ ઓછામાં ઓછા છ યુરોપિયન દેશો સુધી પહોંચી ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter