ફ્લોટિંગ થિયેટરઃ લોકો નાવમાં બેસી ફિલ્મની મજા માણે છે

Tuesday 05th May 2026 10:36 EDT
 
 

લીમાઃ પેરુના બેલેન શહેરમાં નદી પર બનેલું ફ્લોટિંગ મૂવી થિયેટર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ થિયેટરને ખાસ કરીને ‘મયુના ફેસ્ટ’ માટે તૈયાર કરવામાં આવે છે અને તેનો હેતુ એમેઝોનના જંગલોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન આવતા પૂરને કારણે શહેરનો મોટો હિસ્સો પાણીમાં ડૂબી જાય છે. એવા સમયે લોકો હોડીઓના સહારે આ તરતા સિનેમાઘર સુધી પહોંચે છે અને પાણીની વચ્ચે બેસીને ફિલ્મો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે છે.
આશરે 14 મીટર પહોળાં આ નોખા-અનોખા થિયેટરની સૌથી ઉલ્લેખનીય બાબત તો એ છે કે તેને સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઝાડના થડ, ડાળીઓ અને પાંદડાઓનો ઉપયોગ થાય છે. તેને બનાવવા માટે 70થી વધુ લાકડાના લોગનો સહારો લેવામાં આવે છે. ઉપર 7 મીટર ઊંચી મોટી સ્ક્રીન લગાવવામાં આવે છે, જ્યાં બે સપ્તાહ સુધી ફિલ્મો બતાવવામાં આવે છે. થિયેટરની દીવાલો પર સ્થાનિક આદિવાસી બાળકો દ્વારા બનાવવામાં આવેલી ‘કુકામા’ પેન્ટિંગ તેની સુંદરતામાં વધારો કરે છે. આ થિયેટર બનાવવામાં આશરે 2 અઠવાડિયા લાગે છે. આ ફેસ્ટ આમ ત છેલ્લા બે વર્ષથી જ શરૂ થયો છે, પરંતુ તેને બહોળી પ્રસિદ્ધિ મળી હોવાથી પેરુની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીંની મુલાકાત લેવાનું ચૂકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter