બગદાદઃ ઈરાકના પાટનગર બગદાદના મધ્યમાં આવેલી તાયારાન સ્ક્વેરમાં સેકંડ હેન્ડ કપડાની વિશાળ ઓપન એર ભરચક માર્કેટમાં ૨૧મીએ એક સાથે બે આત્મઘાતી બોમ્બર્સે વિસ્ફોટ કરતાં ૩૨ લોકોનાં મોત થયાં હતાં અને ૭૩ લોકો ઘાયલ થયાંના અહેવાલ ઈરાકના સત્તાવાર સમાચાર માધ્યમોએ પ્રસારિત કર્યાં હતાં. ઈરાકી મીડિયાએ ઉમેર્યું હતું કે, પાછલા ત્રણ વર્ષમાં શહેરમાં નોંધાયેલા હુમલામાં આ સૌથી વધુ જીવલેણ હતો.