બર્લિનમાં આકાર લઇ રહ્યું છે 5.6 કરોડ લિટરનું થર્મોસ

Thursday 08th September 2022 06:38 EDT
 
 

બર્લિન: જર્મનીની રાજધાની બર્લિનમાં સ્પ્રી નદીના કિનારે એક વિશાળકાય થર્મોસ આકાર લઇ રહ્યું છે. કોઇ વિશ્વવિક્રમ રચવાના ઉદ્દેશથી નહીં, પણ સંભવિત કટોકટીને ટાળવા માટે તેનું નિર્માણ થઇ રહ્યું છે. આ થર્મોસ બનાવવાનો હેતુ એ છે કે જો યુક્રેન સાથે યુદ્ધને પગલે રશિયા યુરોપમાં ગેસનો પુરવઠો પહોંચાડવાનું બંધ કરી દે તો શિયાળાના ઠંડાગાર દિવસોમાં બર્લિનનાં ઘરોમાં એકસાથે હજારો લોકોને ગરમ પાણી પહોંચાડી શકાય. આ ઈન્સ્યુલેટેડ ટેન્ક 150 ફૂટ ઊંચી છે. તેમાં 5.6 કરોડ લિટર પાણી ભરી શકાય છે. તે બનાવનારી કંપની વાટેનફોલનું કહેવું છે કે આ થર્મોસમાં જરૂર ના હોય ત્યારે પણ ગરમ પાણી રાખી શકાય છે. તેમાં 13 કલાક સુધી પાણી ગરમ રહે છે. આ વર્ષના અંતે તેનું નિર્માણકામ પૂરું થઈ જશે તેવો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter