ટોરોન્ટોઃ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં રહેતા બલુચિસ્તાની નેતાઓએ ચૂંટાયેલી બલૂચ સરકાર રચવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત બલૂચ વોઇસ એસોસિયેશનના અધ્યક્ષ મુનીર મેંગલે કરી હતી. મેંગલ હાલના દિવસોમાં પેરિસમાં છે. કેનેડામાં વાનકુવરમાં રહેતા બલૂચ પીપલ્સ કોંગ્રેસના ચેરપર્સન નાયલા કાદરીને પણ તેની પુષ્ટી કરી હતી. બંને તેના વેબિનાર ‘બલુચિસ્તાન-ક્વેસ્ટ ફોર સેલ્ફ ડિસક્રિશનઃ એન એનાલિસિસ’ને સંબોધી રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન થિન્ક ટેન્ક સેન્ટર ફોર પોલિસી એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝે કર્યું હતું. મેંગલે કહ્યું કે બલુચિસ્તાન મામલે ભારત સરકારે સક્રિય થવું જોઇએ. મેંગલે એ યાતનાનો વિશે પણ જણાવ્યું જે પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં તેમને બે વર્ષ સુધી અપાઇ હતી. જોકે કાદરીએ આરોપી મૂક્યો કે પાકિસ્તાની સેનાના અધિકારી બલૂચ લોકોનું અપહરણ કરી રહ્યા છે. તેમનાં અંગો વેચી રહ્યા છે. કાદરીને એમ પણ કહ્યું કે ચીન અફઘાનિસ્તાન પર કાબૂ કરવાનો પ્રાયસ કરી રહ્યું છે. તેનાથી બલૂચિસ્તાનમાં મોટું સંકટ પેદા થશે.