બહુમતી યુરોપિયનો ટ્રમ્પ શૈલીમાં મુસ્લિમ પ્રતિબંધની તરફેણમાં છે

Wednesday 15th February 2017 08:04 EST
 

લંડનઃ યુરોપિયન નેતાઓ યુએસ પ્રમુખ ટ્રમ્પના ઈમિગ્રેશન નિયંત્રણોનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમના મતદારો આવું માનતા નથી. લંડનસ્થિત થિન્ક ટેન્ક ધ ચેથામ હાઉસ રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એફેર્સના સર્વેમાં એ હકીકત બહાર આવી છે કે બહુમતી યુરોપિયનો મુસ્લિમો પર પ્રતિબંધની તરફેણ કરે છે જે ટ્રમ્પના આદેશથી પણ વધુ સખત હોય.

થિન્ક ટેન્ક દ્વારા ૧૦ યુરોપિયન દેશોના ૧૦,૦૦૦ નાગરિકોનો મુસ્લિમ પ્રતિબંધ સંબંધે વ્યાપક સર્વે કરાયો હતો, જેમાં મુખ્યત્વે ‘મુસ્લિમ દેશોમાંથી તમામ વધુ માઈગ્રેશન અટકાવી દેવું જોઈએ’ તે પ્રશ્ન ખાસ પૂછાયો હતો. ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોમાંથી રેફ્યુજીઓ અને ઈમિગ્રન્ટ્સ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, ટ્રમ્પના આદેશથી પણ આગળ જવા માટે સરેરાશ ૫૫ ટકા મતદારોએ અનિશ્ચિત મુદત માટે મુસ્લિમ પ્રતિબંધની તરફેણ કરી હતી.

યુકેમાં માત્ર ૪૭ ટકા, જ્યારે સ્પેનમાં ૪૧ ટકા, ઈટાલીમાં ૫૧ ટકા, જર્મનીમાં ૫૩ ટકા, ફ્રાન્સમાં ૬૧ ટકા, પોલેન્ડમાં ૭૧ ટકા અને ઓસ્ટ્રિયામાં ૬૫ ટકાએ કડક પ્રતિબંધની તરફેણ કરી હતી. સર્વેમાં એવું તારણ પણ હતું કે ઘણા દેશોમાં શરણાર્થીઓનું આગમન ત્રાસવાદી હુમલાનું જોખમ વધારી શકે તેવું માનનારા સરેરાશ ૫૯ ટકા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter