બાળકોના હોમવર્ક વિરુદ્ધ સ્ટ્રાઇક

Saturday 19th November 2016 06:09 EST
 
 

મેડ્રિડઃ સ્પેનમાં હોમવર્કથી પરેશાન બાળકોના સમર્થનમાં મા-બાપે સ્કૂલ મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. પ્રદર્શન અંતર્ગત બાળકો વીકેન્ડ પર મળતું હોમવર્ક નથી કરી રહ્યા. વાલીઓ અને વિદ્યાર્થીઓના સંગઠનો પણ વિરોધના સમર્થનમાં છે. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનું પણ કહેવું છે કે, રોજ હોમવર્કમાં બે કલાકથી વધુ સમય લાગે છે.

તેથી આખા નવેમ્બર મહિના દરમિયાન પૂરા સ્પેનમાં વીકેન્ડમાં બાળકો હોમવર્ક નહીં કરે. વાલીઓનું કહેવું છે કે સ્પેનમાં ભણતરની ખૂબ જૂની પદ્ધતિ ચાલી આવે છે. તેનાથી બાળકો પર દબાણ સર્જાય છે. તેમની સોશિયલ અને ફેમિલી લાઇફ પર પણ ખરાબ અસર પડી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ૨૦૧૬માં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પેનમાં ૩૦% બાળકો હોમવર્કના કારણે તણાવમાં રહે છે. ૧૫ વર્ષના તો ૬૫% બાળકો તણાવગ્રસ્ત થઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter