વોશિંગ્ટનઃ વિમાન બનાવતી કંપની બોઈંગે કહ્યું હતું કે બે વિમાનોના અકસ્માત પછી વિમાનો જમીન પર પાછા ફરવામાં વિલંબ થતાં સલામતીના કારણોસર તેઓ આવતા મહિનાથી ૭૩૭ મેક્સ વિમાનનું ઉત્પાદન હંગામી ધોરણે રોકી દેશે. આ નિર્ણયથી રોકાણકારોનો જે ડર હતો તે સાચો પડ્યો કે કંપનીની કટોકટીને દૂર થવામાં ખૂબ મોડું થયું છે. અધિકારીઓને ડર હતો એના કરતાં વધુ લાંબો સમય અસ્પષ્ટતા ચાલી રહી છે.