લા પાઝઃ બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય એમ્બેસીએ શનિવાર 21 જૂને લા પાઝના મેયરની ઓફિસના સહકાર સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. આ ઈવેન્ટ 4000 મીટર કરતા પણ વધુ ઊંચાઈએ આવેલી પર્વતીય ચટ્ટાન પર વિશાળ લા પાઝ અક્ષરો (હાલીવૂડ શબ્દો કરતાં પણ મોટા) ની પશ્ચાદભૂ સાથે લા પાઝ સિટીના કાથાહુમા મેક્રો ડિસ્ટ્રિક્ટના પાસાન્કેરી એરિયામાં યોજાયો હતો.
ઈવેન્ટના આરંભે ભારતીય એમ્બેસેડર રોહિત વઢવાણાએ તમામ પાર્ટિસિપેન્ટ્સનું સ્વાગત કર્યું હતું અને ઈવેન્ટના ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવા બદલ લા પાઝના મેયર મિ. ઈવાન આરિઆસ દુરાનનો આભાર માન્યો હતો. શાંતિ યોગાના ચાર યોગ નિષ્ણાતોએ યોગના નિયમો અનુસાર પાર્ટિસિપેન્ટ્સને માર્ગદર્શન આપ્યું હતું. આ ઈવેન્ટ એન્ડિઅન, એમેઝોનિઅન અને ચાકો નવા વર્ષના 5533 વર્ષોની ઊજવણીના સંયોગમાં તથા ભારતીય અને બોલિવિયાની પ્રાચીન પરંપરાઓના પ્રતીકરૂપે યોજાયો અને ઉજવાયો હતો.
સૌપહેલા કોચાબામ્બા સિટીમાં 31 મેએ યોજાએલા ઈવેન્ટમાં 600, ટિવાનાકુ ખાતે 200 લોકોની હાજરી સાથેના બીજા ઈવેન્ટ પછી આ ત્રીજો ઈવેન્ટ છે.