નવી દિલ્હીઃ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મુદ્દે જોવા મળતી આપખુદશાહી વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઈનાસિયો લુલા દ સિલ્વાએ ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ વેપાર, ટેક્નોલોજી, ઊર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. ગયા મહિને મોદી બ્રાઝિલની મુલાકાતે ગયા હતા. ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટેરિફ લાદ્યો છે ત્યારે સિલ્વાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ મામલે ટ્રમ્પ સાથે વાત કરવાના બદલે વડાપ્રધાન મોદીને ફોન કરશે.


