બ્રાઝિલે મંગળવારે પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ ગ્રાન્ડ કોલરથી સન્માનિત કર્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ તેમને આ સન્માન આપ્યું. સિલ્વાએ કહ્યું કે, પીએમ મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં ઘણી મદદ કરી છે. બંને દેશોએ ઘણાં આંતરરાષ્ટ્રીય મંચ પર સાથે કામ કર્યું છે, તેથી જ તેમને આ સન્માન અપાયું છે. મે 2014માં પદ સંભાળ્યા બાદ વિદેશી સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલું આ 26મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.