બ્રિટિશ કોલંબિયામાં આગથી 9,500 હેક્ટર જંગલ ખાખ, ઈમરજન્સી જાહેર

(કેનેડા કોર્નર)

Friday 14th August 2026 06:30 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં કાળઝાળ ગરમી અને તેજ પવનોના કારણે જંગલોમાં લાગેલી ભીષણ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યો હોવાથી ઈમરજન્સી જાહેર કરાઇ છે. આ કુદરતી આપત્તિને કારણે 20,000થી વધુ લોકોને પોતાના ઘર છોડ્યું છે. આ વિકરાળ આગમાં અત્યાર સુધીમાં 9,500 હેક્ટર જેટલો વિશાળ જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. વિશેષ કરીને સમરલેન્ડ અને ઓકનાગન વિસ્તાર નજીક લાગેલી આગ સૌથી ખતરનાક અને બેકાબૂ બની છે, જ્યાં અનેક મકાનો તથા સંપત્તિઓ બળીને ખાખ થઈ ગઈ છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter