બ્રિટિશ વૈજ્ઞાનિકો ડેવિડ થોલુસ, ડંકન હાલ્ડેન અને કોસ્ટરલિટ્ઝને ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ

- Tuesday 11th October 2016 11:51 EDT
 
 

લંડનઃ ભૌતિક વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ માટે ત્રણ બ્રિટિશ વૈજ્ઞાનિકો ડેવિડ થોલુસ, ડંકન હાલ્ડેન અને જે. માઈકલ કોસ્ટરલિટ્ઝને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. તત્વોના વિવિધરૂપો સંબધી શોધ કરવામાં આ વૈજ્ઞાનિકોએ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

નોબેલ કમિટી દ્વારા કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે આ વખતના ભૌતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એક અલગ અને અજાણી દુનિયાને સમજવા માટેના દ્વાર ખોલ્યા છે. આ વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે તેનાથી રહસ્યમય તત્વોને પણ શોધવામાં મદદ મળશે. ખાસ કરીને તત્વોની ડિઝાઇનિંગમાં આ સંશોધન મદદરૂપ થશે.

નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો પૈકી ૮૨ વર્ષીય ડેવિડ થોલુસ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં સેવા આપી ચુક્યા છે, જ્યારે ૬૫ વર્ષીય ડંકન હાલ્ડેન ન્યૂજર્સીની પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે. ૭૩ વર્ષીય જે. માઇકલ કોસ્ટરલિટ્ઝ બ્રાઉન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter