બ્રેમ્પ્ટનમાં ત્રિવેણી મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધ પ્રદર્શન

Thursday 09th April 2026 07:04 EDT
 
 

ઓટ્ટાવાઃ કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાનીઓએ ત્રિવેણી મંદિરની બહાર ભારત વિરુદ્ધ નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોનું ટોળું એકઠું થવાથી શહેરમાં બે કલાક સુધી તણાવપૂર્ણ માહોલ છવાયો હતો. ભારેલા અગ્નિ જેવી સ્થિતિને જોતાં કેનેડા પોલીસનો મોટો કાફલો તહેનાત રહ્યો હતો.
ખાલિસ્તાનીઓએ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરતાં હરિયાણા, દિલ્હી અને બિકાનેર પર પોતાનો હક ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખાલિસ્તાન સમર્થકોને પ્રદર્શન માટે ભાડે લાવવામાં આવ્યા હતા.
એક્સ પર એક યુઝર દર્શન મહારાજાએ લખ્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓએ લોકોને એકઠા કરવા માટે 100-100 ડોલરની લાલચ આપીને લગભગ 40થી 50 લોકોને નારા લગાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter