ભારત-કેનેડા વચ્ચે આર્થિક સહયોગ કરાર માટે પાંચમા તબક્કાની વાટાઘાટો

(કેનેડા કોર્નર)

Thursday 08th October 2026 12:49 EDT
 
 

ઓટાવાઃ ભારત અને કેનેડાના મુખ્ય વાટાઘાટકારોએ પ્રસ્તાવિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) માટે પાંચમા તબક્કાની વાટાઘાટો શરૂ કરી છે. સોમવારથી શરૂ થયેલી આ વાટાઘાટનો ઉદ્દેશ્ય આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આ ચર્ચા પૂર્ણ કરવાનો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પાંચ દિવસીય વાટાઘાટો સંભવતઃ નવમી ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વાટાઘાટોનો ચોથો તબક્કો 18 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પૂર્ણ થયો હતો. બન્ને દેશો આ વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવતા હોવાથી આ ચર્ચા ઝડપી ગતિએ આગળ વધી રહી છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને જણાવ્યું હતું કે, આ વાટાઘાટો મહત્ત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ડિસેમ્બરની આસપાસ કેનેડાની મુલાકાત લે તેવી શક્યતા છે. આ વાટાઘાટોને વધુ વેગ આપવા માટે કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધ 300 સભ્યોના વ્યાપારી પ્રતિનિધિ મંડળ સાથે આ મહિનાના અંતમાં નવી દિલ્હીની મુલાકાત લેશે. વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સિદ્ધ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ગયા મહિને મુંબઈમાં મળ્યા હતા.

ઓટાવાઃ ભારત અને કેનેડાના મુખ્ય વાટાઘાટકારોએ પ્રસ્તાવિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) માટે પાંચમા તબક્કાની વાટાઘાટો શરૂ કરી છે. સોમવારથી શરૂ થયેલી આ વાટાઘાટનો ઉદ્દેશ્ય આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આ ચર્ચા પૂર્ણ કરવાનો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પાંચ દિવસીય વાટાઘાટો સંભવતઃ નવમી ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વાટાઘાટોનો ચોથો તબક્કો 18 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પૂર્ણ થયો હતો. બન્ને દેશો આ વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવતા હોવાથી આ ચર્ચા ઝડપી ગતિએ આગળ વધી રહી છે.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને જણાવ્યું હતું કે, આ વાટાઘાટો મહત્ત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ડિસેમ્બરની આસપાસ કેનેડાની મુલાકાત લે તેવી શક્યતા છે. આ વાટાઘાટોને વધુ વેગ આપવા માટે કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધ 300 સભ્યોના વ્યાપારી પ્રતિનિધિ મંડળ સાથે આ મહિનાના અંતમાં નવી દિલ્હીની મુલાકાત લેશે. વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સિદ્ધ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ગયા મહિને મુંબઈમાં મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter