વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ પર ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા હતા... ચાર કે પાંચ, પરંતુ મને લાગે છે કે પાંચ વિમાનોને તોડી પડાયા હતા. ટ્રમ્પે એ નથી કહ્યું કે જે વિમાનો તોડી પડાયા હતા તે કયા દેશના હતા. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે રિપબ્લિકન સેનેટર માટે આયોજિત ડિનર દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે ટ્રેડ ડીલ રદ કરવાનો હવાલો આપી મેં આ યુદ્ધ રોકાવ્યું હતું. જોકે, ભારત સરકારે કહ્યું છે કે બંને દેશો વચ્ચે સીધી વાતચીત બાદ લશ્કરી કાર્યવાહી બંધ કરાઈ હતી. તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહોતી.