ભારતના ત્રણ અણુ સંસ્થાન પરના પ્રતિબંધ દૂર થયા

Friday 24th January 2025 05:40 EST
 
 

વોશિંગ્ટનઃ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા તે પૂર્વે વિદાય લઇ રહેલી બાઇડેન સરકારે ઇન્ડિયન રેર અર્થ, ઇન્દિરા ગાંધી ન્યુક્લિયર રિચર્ચ સેન્ટર, અને ભાભા એટમિક રિચર્સ સેન્ટર (BARC) પરના પ્રતિબંધો હટાવી લેવાની જાહેરાત કરી છે. ભારતે અણુ પરીક્ષણો કરતાં અમેરિકાએ આ પ્રતિબંધ લાદ્યા હતાં. અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS)એ આ જાહેરાત કરી હતી. ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધ હટાવવાની સાથે અમેરિકાએ ચીનની 11 સંસ્થાને એન્ટીટી લિસ્ટમાં સામેલ કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતની વિરુદ્ધમાં કામગીરી બદલ ચીની સંસ્થાઓ પર આ કાર્યવાહી કરાઈ હતી. 




to the free, weekly Gujarat Samachar email newsletter