ભારતની મધ્યસ્થી યુદ્ધ બંધ કરાવી શકેઃ પેઝેશ્કિયાન

Friday 04th September 2026 05:03 EDT
 
 

બિશ્કેક: વડાપ્રધાન મોદીએ એસસીઓ સમિટની સમાંતરે સોમવારે યુદ્ધગ્રસ્ત ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને મળીને દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. મોદીએ પેઝેશ્કિયાનને કહ્યું હતું કે ભારત આવનારા સમયમાં ઈરાન સાથે વેપારનો વ્યાપ વિસ્તારવા માગે છે અને તેમાં વિવિધતા લાવવા માગે છે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર પ્રતિબંધની ધમકી ઉચ્ચારી છે ત્યારે મોદીના પ્રત્યાઘાતો સૂચક છે.
ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં અનુરોધ કર્યો હતો કે ભારત ઇરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી શકે છે. તેમણે મોદીને અપીલ કરી હતી કે ભારત તેના સંપર્કોનો ઉપયોગ કરીને યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter