ભારતને FATFમાંથી હટાવવા પાક.ની માગ

Tuesday 12th March 2019 10:09 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના એશિયા પેસિફિક સંયુક્ત જૂથના સહ-અધ્યક્ષપદેથી હટાવવું જોઇએ. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત સહ-અધ્યક્ષ હશે તો પાકિસ્તાન અંગે નિષ્પક્ષ સમીક્ષા નહીં થઈ શકે. તાજેતરમાં પેરિસમાં સંસ્થાની બેઠકમાં પાકિસ્તાનને વોચલિસ્ટમાં યથાવત્ રખાયું છે. પાકિસ્તાન એશિયા-પેસિફિક જૂથનું સભ્ય છે. પાકિસ્તાનના નાણા પ્રધાન અસદ ઉમરે સંસ્થાને મોકલેલા એક પત્રમાં ભારત સિવાયના કોઈ સભ્ય દેશને એશિયા-પેસિફિક જૂથના સહ-અધ્યક્ષપદે નિયુક્ત કરવા કહ્યું છે, જેથી પારદર્શી સમીક્ષા થઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter