ન્યૂ યોર્કઃ અમેરિકાની સૌથી અઘરી ગણાતી સ્પર્ધા ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી'નો ખિતાબ 13 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી ફૈઝાને જીત્યો છે. ફ્રેન્ચ શબ્દ ‘એક્લેયરસિસમેન્ટ’ (.........................)નું યોગ્ય ઉચ્ચારણ કરીને તેમણે આ ખિતાબ પોતાના નામે કર્યો. ટેક્સાસનો ફૈઝાન ગત વર્ષે રનરઅપ હતો. આ હાર બાદ સ્પીડ અને શબ્દોની સમજ પર જોર આપ્યું. આ વખતે 21 રાઉન્ડ સુધી સતત યોગ્ય ઉચ્ચારણ કરીને જીત હાંસલ કરી. હૈદરાબાદની અર્શિયા અને અનવરના પુત્ર ફૈઝાન સ્પેલિંગ્સને લઇને ઝનૂની છે. જાણો તેમની સફળતાની કહાની.
દરરોજ 6 કલાક પ્રેક્ટિસ: ફૈઝાને પહેલીવાર 7 વર્ષની ઉંમરમાં સ્પેલ બીમાં ભાગ લીધો હતો. 2023માં તેઓ વોકેબ રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. આ વખતે તૈયારીમાં ફેરફાર કર્યો. 30 શબ્દોની યાદીથી વધુ શબ્દો યાદ કર્યા અને 90 સેકન્ડમાં વધુ શબ્દ સ્પેલ કરવાની પ્રેક્ટિસ કરી. સ્પીડ પ્રેક્ટિસને પણ દિનચર્યામાં સામેલ કરી. વર્ષ દરમિયાન સ્પેલિંગ બી માટે સમય આપ્યો હતો. દરરોજ 8 કોલાક પ્રેક્ટિસ કરતો હતો. દરરોજ નવા શબ્દો વાંચવા, તેમની જોડણી અને અર્થ સમજવો અને વારંવાર દોહરાવવાની તેમની આદત બની હતી.
ફૈઝાન કહે છે કે હું જ્યારે બેચેન રહું છું ત્યારે ખુદને કહું છું કે હું શબ્દ જાણું છું, કંઈ પણ કરી શકું છું. સ્વયં સાથે વાતચીતથી જોશ સુધી, જીતવાનો કોઈ ઇરાદો ન હતો. વિચાર્યું હતું કે બસ મોજ-મસ્તી માટે જઈશ, પરંતુ સ્પેલિંગના ઝનૂનમાં પ્રદર્શન પણ સુધરે છે.
ડિક્શનરીના ખૂણેખૂણાની જાણકારી
ફૈઝાનને ગાઈડ કરનારા સ્કોટ રેમર, સૈમ ઇવાન્સ અને સોહમ સુખાંતંકર એ વાતે આશ્ચર્યચકિત હતા કે તેણે સહજતા અને મજાની સાથે સ્પર્ધામાં ભાગ લીધો. કોચ સેમ ઇવાન્સે કહ્યું કે સ્પેલિંગ્સને લઈને તેને ઝનૂન છે. પિતા અનવર કહે છે કે તેને ડિક્શનરીના દરેક ખુણાનું જ્ઞાન છે. માતા અર્શિયા કહે છે કે ફૈઝાને બે વર્ષની વયે ભણવાનું શરૂ કર્યું હતું અને ત્રણ વર્ષની વયે તો તેને દુનિયાના દેશ અને તેની રાજધાનીના નામ યાદ હતા.
ભાષા-શબ્દો પ્રત્યે વિશેષ લગાવ
ફૈઝાનનો મિત્ર અને ગત વખતે તેને હરાવનાર બ્રુહતે કહે છે કે મને નથી લાગતું કે તેને ખિતાબની એટલી પરવા છે, જેટલી ભાષા અને શબ્દો પ્રત્યેનો પ્રેમ છે. નવરાશની પળોમાં પણ તે જૂના, અપ્રચલિત શબ્દોને શોધે છે, જે પૂછાય તેવી કોઇ સંભાવના નથી. આ જ વાત તેને બીજા લોકોથી અલગ કરે છે.
ફૈઝાનનો ઉદારદિલ નિર્ણય
242 સ્પેલર્સને હરાવનાર ફૈઝાને કહ્યું કે સ્પર્ધામાં જીતેલી ઈનામની રકમનો મોટો હિસ્સો ચેરિટી માટે આપશે. તેને 50 હજાર ડોલર (અંદાજે રૂ. 42.78 લાખ) ઈનામ તરીકે મળ્યા છે.
સતત ચોથીવાર ભારતીય ચેમ્પિયન
વર્ષ 2022માં હરિની લોગને સ્પર્ધા જીતી હતી. 2023માં દેવ શાહ અને 2024માં બ્રુહત સોમા વિજયી રહ્યા હતા. 2025માં ફૈઝાને આ પરંપરા જાળવી રાખી છે. પહેલા રનરઅપ સર્વદન્ય કદમ અને બીજા ક્રમે સર્વ પરાવને રહ્યા. આ મુશ્કેલ સ્પર્ધામાં ગત 36માંથી 30 વાર ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા છે. આ સ્પેલ બીનું 100મું સંસ્કરણ હોવાથી પણ ખાસ ઇવેન્ટ હતી.