ભારતીય ઉદ્યોગસાહસિક અડધી સંપત્તિ દાનમાં આપશે

Thursday 04th June 2015 06:36 EDT
 
 

દુબઇઃ દુબઈમાં ૫૮ વર્ષીય ભારતીય એજ્યુકેશન એન્ટરપ્રિન્યોર સની વર્કીએ સમગ્ર વિશ્વના શિક્ષકોને સહાય કરવા પોતાની અડધાથી વધુ સંપત્તિ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. કેરળમાં જન્મેલા સની વર્કી બિલ ગેટ્સના ‘ધ ગિવિંગ પ્લેજ’ અભિયાનમાં જોડાઈને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકેરબર્ગ અને વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી જેવા લોકોના ગ્રૂપમાં સામેલ થયા છે. સની વર્કીએ જણાવ્યું કે, ‘ગિવિંગ પ્લેજમાં જોડાઈને હું બહુ ખુશ છું. હું એવા પરિવારમાં ઉછર્યો છું જ્યાં શખાવતના મૂળ બાળપણથી અમારા પરિવારમાં પોતાના સુખનો ભોગ આપીને પણ પોતાની કમાણીનો મોટો હિસ્સો સમુદાયને આપવામાં આવે છે.’ પ્લેજમાં જોડાઈને વર્કી સમગ્ર વિશ્વના ૧૩૬ અબજપતિઓમાં સામેલ થયા છે. આ બિલિયોનેર્સમાં વર્જિન ગ્રૂપ અને ટેડ ટર્નરના સ્થાપક અને ચેરમેન રિચર્ડ બ્રાન્સનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter