ભારતીય મૂળના ચાર ઉદ્યોગ સાહસિકોને ફોર્બ્સ 40 અંડર 40માં સ્થાન

અંકુર જૈન, નિખિલ કામથ, આદર્શ હાયરમેથ અને સૂર્યા મિધા સેલ્ફ મેઇડ ઉદ્યોગ સાહસિકો

Tuesday 06th January 2026 09:48 EST
 
 

લંડનઃ ભારતીય મૂળના ચાર સ્વબળે આગળ આવેલા ઉદ્યોગ સાહસિકોને ફોર્બ્સ 40 અંડર 40 યાદીમાં સ્થાન અપાયું છે. આ ચારેય ઉદ્યોગ સાહસિકોની કુલ સંપત્તિ 11 બિલિયન ડોલરથી વધુ છે. આ યાદીમાં ઝેરોદાના સહસ્થાપક નિખિલ કામથ એકલા જ ભારત સ્થિત ઉદ્યોગ સાહસિક છે.

અંકુર જૈન

ન્યૂયોર્ક સ્થિત 35 વર્ષીય અંકુર જૈનની કુલ સંપત્તિ 3.4 બિલિયન ડોલર છે. તેઓ હોમ રેન્ટલ રિવોર્ડ્સ પ્લેટફોર્મ બિલ્ટ રિવોર્ડ્સના સીઇઓ અને સ્થાપક છે. અગાઉ જૈને હ્યુમિન નામના કોન્ટેક્ટ મેનેજમેન્ટ એપની સ્થાપના કરી હતી જેને પાછળથી ટિન્ડરે ખરીદી લીધું હતું. અમેરિકાના ટેકનોલોજી સેક્ટરમાં અંકુર જૈન પ્રભાવશાળી યુવા ઉદ્યોગસાહસિકોમાં સ્થાન પામે છે.

નિખિલ કામથ

20મા સ્થાને રહેલા 39 વર્ષીય નિખિલ કામથ બેંગલોર સ્થિત બ્રોકરેજ કંપની ઝેરોદાના સ્થાપક છે. આ કંપનીની નેટવર્થ 3.3 બિલિયન ડોલર છે. આ યાદીમાં સ્થાન મેળવનારા કામથ એકમાત્ર ભારત સ્થિત ઉદ્યોગ સાહસિક છે. તેમણે 2010માં ભાઇ નિથિન સાથે મળીને ઝેરોદાની સ્થાપના કરી હતી. તેમની કંપનીનું મૂલ્ય 8 બિલિયન ડોલર છે. 2024માં નિખિલે ડબલ્યુટીએફ પોડકાસ્ટનો પણ પ્રારંભ કર્યો હતો.

આદર્શ હાયરમેથ અને સૂર્યા મિધા

27મા સ્થાને રહેલા આદર્શ હાયરમેથ અને સૂર્યા મિધા 22 વર્ષના જ છે. તેઓ એઆઇ રિક્રુટિંગ સ્ટાર્ટઅપ મેર્કોરના સ્થાપર છે. તેઓ બ્રેન્ડન ફૂડીના પણ સ્થાપક છે. બંને કંપનીની વેલ્યૂ રૂપિયા 1826 કરોડ છે. 2023માં સ્થપાયેલી મેર્કોર સિલિકોન એઆઇ લેબ્સને તાલીમમાં મદદ કરે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter