નવી દિલ્હીઃ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ વિરુદ્ધ ભારતે કોઇ પુરાવા આપ્યા નથી તેમ પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ૩૦મી નવેમ્બરે કહ્યું હતું. આતંકી હાફિઝ સઇદની ફરીથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કેસ દાખલ નહીં કરાય તો ભારત સાથેના સંબધો વધુ બગડવાની અમેરિકાની ચેતવણીના થોડાક દિવસો પછી પાકિસ્તાનના વડા પ્રધાને આ ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે આતંકી હાફિઝ સઇદને થોડાક જ દિવસ પહેલા જ મુક્ત કરવામાં આવ્યો છે. અબ્બાસીએ એક ચેનલના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાફિઝ સઇદ વિરુદ્ધ કોઇ પુરાવા રજૂ કરવામાં ન આવતા તેને મુક્ત કરવામાં આવ્યો છે.