મલેશિયાના વડા પ્રધાન મહાતિરનું રાજીનામું

Tuesday 25th February 2020 05:19 EST
 
 

કુઆલાલમ્પુરઃ મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે સોમવારે રાજીનામું આપી દીધું. વિશ્વના સૌથી વૃદ્વ તેના ૯૪ વર્ષીય મહાતિરે તેમના રાજકીય હરીફો દ્વારા સરકાર ગબડાવવાના અને વડા પ્રધાન બનવા જઇ રહેલા અનવર ઇબ્રાહિમને કાર્યભાર સંભાળતા રોકવાના પ્રયાસો બાદ આ નિર્ણય લીધો હતો. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, મહાતિરે મલેશિયાના રાજા સુલતાન અબ્દુલ્લાહ સુલતાન શાહને રાજીનામું સોંપી દીધું છે. આ સાથે હવે નવી સરકારની રચનાની શક્યતા તેજ થઇ ગઇ છે. મહાતિરનો પક્ષ યુનાઇટેડ ઇન્ડેજનિયસ પાર્ટી ઓફ મલેશિયા ગઠબંધનમાંથી અલગ થઇ ગયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter