મહિલાઓનો ડર... 55 વર્ષથી આ જણ ઘરમાં પૂરાઇને રહે છે

Sunday 18th January 2026 02:35 EST
 
 

રવાન્ડાઃ આફ્રિકાના રવાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 71 વર્ષના એક વૃદ્ધ કેલિસ્ટ નઝામવિતા છેલ્લા 55 વર્ષોથી પોતાના ઘરમાં સંપૂર્ણપણે એકાંતમાં જીવન જીવી રહ્યા છે. અને આનું કારણ છે મહિલાઓ... તમને જાણીને નવાઇ લાગશે કે આ વડીલ મહિલાઓના ભયને લીધે આવું જીવન જીવી રહ્યા છે. કેલિસ્ટ 16 વર્ષની ઉંમરથી જ એક લાકડાના ઘરમાં એકલા રહે છે, જેને તેમણે કપડાં અને બીજી વસ્તુઓથી ઢાંકી દીધું છે. તેમણે ઘરને એવી રીતે બંધ કરી દીધું છે કે તેઓ ન તો બહાર જોઈ શકે છે અને ન તો કોઈ તેમને જોઈ શકે છે. આની પાછળનું કારણ મહિલાઓ પ્રત્યેનો તેમનો અતિશય ડર છે.
કેલિસ્ટની આ સ્થિતિને મનોવૈજ્ઞાનિક ભાષામાં ગાયનોફોબિયા કહેવામાં આવે છે. આમાં વ્યક્તિને મહિલાઓથી ખુબ જ ડર લાગે છે. આ ડર મહિલાઓ પ્રત્યેની નફરત નથી, પરંતુ એક પ્રકારનો ગભરાટભર્યો વિકાર છે, જે ઘણી વાર બાળપણની કોઈ ઘટનાને કારણે વિકસે છે. આ ઘટના રવાન્ડામાં જ નહીં, દુનિયામાં ચર્ચાનો વિષય બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter