માછલીનું કદ એક ઈંચ કરતાં પણ નાનું, પણ આંખો 24!

Sunday 07th May 2023 10:08 EDT
 
 

વિક્ટોરિયાઃ આ પૃથ્વી પર અનેક પ્રકારના જીવો વસે છે. કેટલાક પૃથ્વી પર રહે છે, કેટલાક પૃથ્વીના પેટાળમાં તો ઘણા જીવો મહાસાગરોના પાણીમાં રહે છે. કાળા માથાને હજી પણ એ પાક્કી ખબર નથી કે પૃથ્વી પર કુલ કેટલા જીવો વસે છે. આ જ રીતે, સમુદ્રમાં પ્રાણીઓની હજારો પ્રજાતિઓ હશે, જેને આપણે હજી સુધી જોઇ પણ નથી. વૈજ્ઞાનિકોએ ઘણી પ્રજાતિઓની ઓળખ કરતી રહે છે, અને આવો જીવ મળે છે ત્યારે તેની સંપૂર્ણ તપાસ પણ કરે છે. આવા જ એક પ્રયાસ દરમિયાન તાજેતરમાં હોંગકોંગમાં એક એવી માછલી મળી છે, જેને જોઈને ખુદ વૈજ્ઞાનિકો પણ આશ્‍ચર્યચકિત થઈ ગયા છે.

હોંગ કોંગની બેપ્‍ટિસ્‍ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને જેલીફિશ પ્રજાતિની એક એવી માછલી મળી છે, જેણે તેની રચનાથી બધાને આશ્‍ચર્યચકિત કરી દીધા છે. ઓશન પાર્ક હોંગ કોંગ, યુનિવર્સિટી ઓફ માન્‍ચેસ્‍ટર અને ડબલ્‍યુડબલ્‍યુએફ - હોંગ કોંગના સહયોગથી સંશોધકોની ટીમે આ અંગે વધુ સંશોધન શરૂ કર્યું છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જીવ જેલીફિશ પરિવારનો છે. આ વિશે સૌથી આશ્‍ચર્યજનક વાત એ છે કે આ માછલીનું કદ એક ઇંચથી ઓછું છે. આટલું નાનું કદ હોવા છતાં, આ માછલીને 24 આંખો છે. માછલીના શરીરમાં કુલ 3 ટેન્‍ટેકલ્‍સ અને 24 આંખો છે.
આ આંખો છ - છના ચાર જૂથોમાં છે. માછલીના દરેક પેટની બાજુમાં આ આંખોનો સમૂહ છે. દરેક જૂથમાં માત્ર 2 આંખોમાં લેન્‍સ હોય છે. બાકીની આંખો દ્વારા માત્ર પ્રકાશનો અનુભવ થાય છે. સંશોધકોના મતે, આ એક અનોખા પ્રકારની માછલી છે. આ પ્રકારની બોક્‍સ જેલીફિશ ફ્‌લોરિડા, સિંગાપોર, જમૈકા, ભારત અને ઓસ્‍ટ્રેલિયામાં પણ જોવા મળે છે. વિશ્વમાં તેમની કુલ 49 પ્રજાતિઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter