માલદીવમાં ન્યૂડ વીડિયોથી હોબાળોઃ ઘણા નેતા પુરુષો સાથે કઢંગી હાલતમાં દેખાયા

Saturday 09th July 2022 09:19 EDT
 
 

માલેઃ ઇસ્લામિક દેશ માલદીવમાં લીકથયેલા ન્યૂડ વીડિયો અને ફોટાથી હોબાળો મચી ગયો છે. દેશમાં સજાતીય સંબંધો પર પ્રતિબંધ હોવા છતાં ઘણાં નેતાઓ પોતાના પુરુષ મિત્રો અને સગા-સંબંધીઓ સાથે અંતરંગ હાલતમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ આ વીડિયોમાં માલદીવના ઘણા નેતાઓ અને સાંસદ સજાતીય સંબંધ બાંધતા જોવા મળ્યા હતા. માલદીવ પોલીસનુ કહેવું છે કે તેણે આ ફોટો અને વીડિયો લીક કરનારી વ્યક્તિની ઓળખ કરી લીધી છે. સહાયક પોલીસ કમિશનર મોહમ્મદ રિયાઝે કહ્યું હતું કે ન્યૂડ વીડિયો લીકના શંકાસ્પદોની ઓળખ થઈ ગઈ છે. તપાસ બાદ શંકાસ્પદો સાથે જોડાયેલી વધારે જાણકારી સામે આવશે. વીડિયોમાં સાંસદ અને નેતાઓના સંગાસંબંધીઓ સાથે સજાતીય સંબંધો ઉઘાડા પડ્યા છે. એક વીડિયોમાં માલદીવની સંસદના સ્પીકર મોહમ્મદ નશીદના ભાઈ, વકીલ નઝીમ સત્તારને એક પ્રવાસી સાથે સજાતીય સંબંધ બાંધતા દેખાઈ રહ્યા છે. તો એક તસવીરમં એક સાંસદ એક મહિલા અને પુરુષની વચ્ચે વાંધાજનક સ્થિતિમાં સૂતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહેલા સજાતીયોએ પણ તેમને બ્લેકમેલ કરાતા હોવાની ફરિયાદ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter