તહેરાનઃ યુદ્ધની અનેક દેશો પર ઊંડી અસર પડવાની છે. ફ્રાન્સના પ્રમુખ મેંક્રોએ યુએનએસસીની તાકિદની બેઠક બોલાવી છે અને કહ્યું છે કે આ વિશ્વ માટે ગંભીર પરિણામોવાળું યુદ્ધ છે. જાણો, કોના પર કેટલી અસર થશે અને આગળ કેવા સંજોગો છે. આગામી 5 શક્યતાઓ...
સત્તા પરિવર્તનઃ ટ્રમ્પે કહ્યું છે કે હુમલા આખું અઠવાડિયું અથવા જેટલું જરૂરી હશે ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યારે અમે કામ પૂરું કરી લઈએ, ત્યારે પોતાની સરકાર પોતે સંભાળે.
લાંબું યુદ્ધઃ આઈઆરજીસીએ કહ્યું છે કે તમામ અમેરિકન અને ઈઝરાયલના ઠેકાણાઓ નિશાના પર છે. આ વિસ્તારમાં 27 અમેરિકન બેઝ પર હુમલા થયા છે.
હોર્મુઝ કેનાલ બંધઃ અંદાજે 31 ટકા દરિયાઈ કાચા તેલનું પરિવહન હોર્મુઝના માર્ગે થાય છે. તે બંધ થશે તો વૈશ્વિક સપ્લાય ખોરવાઈ જશે.
પરમાણુ ખતરોઃ રશિયાએ આઈએઈએના ઇમરજન્સી સેશનની માગ કરી છે. રશિયાએ ચેતવણી આપી છે કે આ હુમલાઓથી ‘રેડિયોલોજિકલ તબાહી’ થઈ શકે છે.
આ દેશો પર સૌથી વધુ અસર...
• અમેરિકાઃ અમેરિકા માટે પરિણામો સંપૂર્ણ જીતથી લઈને મોટી તબાહી સુધી હોઈ શકે છે. અસર જોઇએ તો, ભારે આર્થિક ખર્ચ, સૈનિકોના જીવનું જોખમ અને ખનિજ તેલના બજારમાં ભારે ઉથલપાથલની શક્યતા છે.
• ઈઝરાયલઃ ઈઝરાયલ માટે ઈરાન મોટો દુશ્મન છે. અમેરિકાનો સાથ નેતન્યાહુ માટે મોટી જીત છે. અસર જોઇએ તો, ઈઝરાયલમાં ઓક્ટોબરમાં ચૂંટણી છે. તેથી આ યુદ્ધ નેતન્યાહુ માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
• દુબઈઃ દુબઈ અમેરિકાનું નજીકનું સૈન્ય ભાગીદાર છે અને પડોશી દેશ ઈરાન તેનું વ્યાપારી ભાગીદાર છે. યુદ્ધની અસરની વાત કરીએ તો, અહીં સતત મિસાઈલ હુમલા થવાને કારણે પર્યટન અને વેપાર પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.


