મીશિગન હાઉસના સ્પીકર પદે ચૂંટાયા પ્રથમ ભારતીય અમેરિકન રંજીવ પુરી

Tuesday 17th November 2026 09:52 EST
 
 

લાન્સિંગઃ ભારતીય મૂળના રંજીવ પુરી 2027-28ના સત્ર માટે મીશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સનું સુકાન સંભાળવા માટે સજ્જ બન્યા છે. આ સાથે જ તેઓ આ પ્રતિષ્ઠિત પદ મેળવનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. કેન્ટનનું પ્રતિનિધિત્વ કરતા 42 વર્ષીય ડેમોક્રેટ નેતા રંજીવ પુરી ગુરુવારે પોતાના પક્ષના સાથી સહયોગીઓ દ્વારા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 110 સભ્યો ધરાવતા આ ગૃહમાં ડેમોક્રેટ્સે 63-47ની બહુમતી સાથે કબ્જો જમાવ્યો છે. આ જીતની સાથે જ રાજ્યમાં ગવર્નર, સેનેટ અને હાઉસ ત્રણેય પર ડેમોક્રેટ્સનું નિયંત્રણ સ્થપાયું છે. રંજીવ પુરીએ જણાવ્યું હતું કે, સાથી સહયોગીઓ દ્વારા મીશિગન હાઉસના સ્પીકર તરીકે ચૂંટાવું એ મારા માટે અત્યંત વિનમ્રતા અને ગૌરવની ક્ષણ છે. મારા પર વિશ્વાસ મૂકવા બદલ સાથીઓનો આભાર. હું રાજ્યના નવા નેતૃત્વ સાથે મળીને પ્રજાને આપેલા વચનો પૂરા કરવા આતુર છું. વર્ષ 2020માં સ્ટેટ હાઉસમાં ચૂંટાઈને તેઓ પ્રથમ શીખ-અમેરિકન બન્યા હતા. અગાઉ 2008 અને 2012માં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કરનાર પુરીએ પોતાના રાજકીય કરિયર પહેલા મીશિગનના ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કર્યું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter