મુંબઇના ૨૬/૧૧ની જેમ વિએનામાં ૩/૧૧

Tuesday 10th November 2020 16:18 EST
 

વિએનાઃ ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં સોમવારે રાતે મુંબઇમાં ૨૬-૧૧ જેવો આતંકી હુમલો થયો હતો. શહેરની વચ્ચે એક યહૂદી ધર્મસ્થળ નજીક ભારે ભીડ હતી ત્યારે રાત્રે આઠ વાગ્યે હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે મહિલા સહિત ચારનાં મોત થયાં છે અને ૨૦થી વધુને ઇજા થઇ છે. આ ઘટના પછી વિએનાને સીલ કરી દેવાયું હતું. ૧૦૦૦થી વધુ પોલીસકર્મી હુમલાખોરોને શોધવા અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન બે હુમલાખોરોને મંગળવારે ઝડપી લેવાયા હતા. એકને ઠાર કરાયો હતો તેણે નકલી આત્મઘાતી બેલ્ટ પહેર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter