મુંબઈઃ એશિયાના સૌથી ખુશહાલ શહેરોમાં મુંબઈએ મેદાન માર્યુ છે. ટાઈમ આઉટના સિટી લાઇફ ઈન્ડેક્સ 2025માં લોકોને સવાલ કરાયો હતો કે તેમનું શહેર કેટલું મજેદાર છે? નાટલાઇફ કેવી છે? ભોજન કેટલું સ્વાદિષ્ટ છે? જીવનની ગુણવત્તા કેવી છે? અને સૌથી જરૂરી શું આ શહેર તેમને ખુશ રાખે છે? અને અહીંના લોકો પોઝિટિવ લાગે છે કે કેમ?
એશિયાના સૌથી ખુશખુશાલ શહેરનો તાજ મુંબઇના માથે પહેરાવાયો છે. મુંબઇ અને બેઇજિંગ ઉપરાંત શાંધાઈ, ચિયાંગ માઈ અને વિયેતનામના હેનોઈ શહેરને પાછળ રાખીને આ ખિતાબ જીત્યો છે. 94 ટકા મુંબઈવાસીઓનું કહેવું હતું કે આ શહેોર તેમને ખુશી આપે છે. આંકડાઓથી પર વાત કરીએ તો અહીં ક્યારેય નહીં રોકાનારી એનર્જી, ધબકતા સોશિયલ સીન અને તકોની ભરમાર લોકોના ચહેરા પર મલકાટ લાવે છે.


