ઓટ્ટાવાઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલ ભારત સાથે રાજદ્વારી સંબંધોના વિવાદ મુદ્દે સતત ટીકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેમાં કેનેડા ઈઝરાયલની પડખે ઊભું રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કેનેડા ઈઝરાયલના આત્મરક્ષણની સાથે છે અને અમે આતંકવાદનું સમર્થન કરતા નથી. આ નિવેદનો વચ્ચે જસ્ટિન ટ્રુડો ટોરોન્ટોમાં એક મસ્જિદમાં ગયા હતા, જ્યાં મુસ્લિમોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો અને ‘શેઇમ... શેઇમ’ના નારા લગાવ્યા હતા. વધુમાં મુસ્લિમોએ સૂત્રોચ્ચાર સાથે એવી પણ પણ માગણી કરી હતી કે ટ્રુડોને પોડિયમ પરથી સંબોધન કરવામાં દેવામાં ન આવે. જોકે, ટ્રુડોએ પોડિયમથી લોકોને સંબોધન કર્યું હતું અને આ મુશ્કેલ સમયમાં પેલેસ્ટાઈનના અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.