મેટાને ઝૂકાવનારાં ભારતીય મૂળનાં મારિસા રોય લોસ એન્જલ્સના એટર્ની નિયુક્ત

Tuesday 17th November 2026 09:55 EST
 

લોસ એન્જલસઃ સોશિયલ મીડિયા જાયન્ટ મેટાને કેલિફોર્નિયા સ્ટેટના કેસમાં ધોબી પછાડ આપીને 17 અબજ ડોલરમાં સેટલમેન્ટ કરવાની ફરજ પાડનારાં ભારતીય મૂળનાં મારિસા રોય અમેરિકા બીજા નંબરના સૌથી મોટા શહેર લોસ એન્જલ્સનાં એટર્ની બન્યાં છે. ભારતીય મૂળનાં મારિસા રોયને 4,88,064 મત જ્યારે તેમના નિકટના હરીફ જોન મેકિનીને 2.45 લાખ મત મળ્યા હતા. મારિસા રોય ભારતીય ઇમિગ્રન્ટ માતા અને અમેરિકન પિતાનું સંતાન છે. તેમનો ઉછેર કેલિફોર્નિયામાં મોનરોવિયા ખાતે થયો છે. તેમણે ફ્લિન્ટ્રિજ પ્રીપેરેટરી સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મેળવી તો યેલ યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી હતી. તેમણે 2017માં લોસ એન્જલ્સ શહેરના એટર્ની તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે મુખ્યત્વે કામદારોના શોષણ અને વેતન ચોરીના કેસો લડે છે. તેઓ કેલિફોર્નિયાના ન્યાય વિભાગના ડેપ્યુટી એટર્ની જનરલ તરીકે કામ કરી ચૂક્યા છે.

તેમની સૌથી મોટી વ્યવસાયિક સિદ્ધિઓમાં એક મેટા જેવી સોશિયલ મીડિયા જાયન્ટ સામેના કેસમાં મળેલી સફળતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter