ઓટાવાઃ ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડે તેવી એક હિલચાલમાં કેનેડાના છઠ્ઠા ક્રમના સૌથી મોટા પ્રોવિન્સ મેનિટોબાએ વિદેશી વિદ્યાર્થીઓ માટેનો એક મહત્વની PR યોજના તાત્કાલિક અસરથી બંધ કરી છે. આનાથી વિદ્યાર્થીઓ હવે ફક્ત પોસ્ટ-ગ્રેજ્યુએશન જોબ ઓફર મેળવીને પીઆર માટે લાયક ઠરી શકશે નહીં.
મેનિટોબા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (MPNP)એ તેની ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ હેઠળની કેરિયર એમ્પ્લોયમેન્ટ પાથવે (CEP) યોજના 11 જૂન 2026થી બંધ કરવાની જાહેરાત કરી છે. હવેથી મેનિટોબામાં ઓછામાં ઓછા છ મહિનાનો નોકરીનો અનુભવ ધરાવતા CEP ઉમેદવારોની જ સ્કીલ્ડ વર્કર ઈન મેનિટોબા પાથવે યોજના અંતર્ગત પીઆર માટે વિચારણા થશે. આમ મેનિટોબામાં સ્થાયી થવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય સ્નાતકોને હવે PR મેળવવા માટે અન્ય ઇમિગ્રેશન માર્ગો અપનાવવા પડશે.


