શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 25 વર્ષ પૂરા થવા પર બિશ્કેકમાં યોજાયેલી સમિટ સંગઠનની વધતી જતી જિયો-પોલિટિકલ શક્તિનું પ્રદર્શન બની હતી. 2001માં 6 દેશથી શરૂ થયેલું એસસીઓ હવે 10 સભ્યો સુધી પહોંચી ગયું છે. આ વખતે વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક જ મંચ પર હતા, તેથી ભારત-ચીન સંબંધોમાં આવેલી નરમાશ અને ચીન-રશિયાની નિકટતા પર નજર હતી. ભારત માટે આ સંમેલન એટલા માટે પણ મહત્ત્વનું હતું કારણ કે આમાં પાકિસ્તાન તરફથી વડાપ્રધાન શહબાઝ શરીફ સામેલ થયા હતા અને બંને દેશના નેતાઓ એક જ મંચ પર હતા. સંગઠન માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ વેપાર, ઊર્જા, ડિજિટલ સહયોગ અને આતંકવાદ-વિરોધી સહયોગને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારત-ચીન સરહદ વિવાદ અને ભારત-પાક. તણાવ જેવા મતભેદો તેની એક્તાની મોટી પરીક્ષા છે.


