મોદી સરકાર આવ્યા પછી ભારતમાં રાષ્ટ્રવાદને ઉત્તેજન

Friday 21st July 2017 08:03 EDT
 

બિજિંંગઃ ચાઈનાના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતમાં વિસ્તરેલા સિક્કિમ સરહદી વિવાદને હિન્દુ રાષ્ટ્રવાદનું પરિણામ હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતમાં વકરેલા રાષ્ટ્રવાદને કારણે ભારત-ચીન નીતિ આડે પાટે ચઢી છે.

રાષ્ટ્રવાદના અતિ ઉત્સાહમાં ભારતમાં ચીન પ્રત્યે વેર વાળવાની માગણી વ્યાપકપણે ઊઠી છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી દેશમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને પ્રોત્સાહન મળ્યું છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત ચીનના રાજકીય સમીક્ષક યૂ નિંગે જણાવ્યું હતું કે ભારતમાં ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવા દેશો સામે આક્રમક પગલાં ભરવાની માગણી ઉઠી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter