યુએઇ પછી ઇઝરાયેલ સાથે બહરીનના શાંતિ કરાર

Wednesday 16th September 2020 08:27 EDT
 

વોશિંગ્ટનઃ યુએઈ અને ઈઝરાયેલના શાંતિકરાર બાદ ઇઝરાયેલ અને અખાતી દેશ બહેરિન પણ પારસ્પરિક શાંતિકરારની ઐતિહાસિક સમજૂતી કરવા સંમત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ટ્વિન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલાની ૧૯મી વાર્ષિક તિથિ પ્રસંગે અમેરિકી પ્રમુખે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ૩૦ દિવસની અંદર જ ઇઝરાયેલ સાથે એક બીજો આરબ દેશ કિંગડમ ઓફ બહેરિન સમજૂતી કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બહરીનના કિંગ હામિદ બિન ઇસા અલ ખલિફા સાથે ફોન પર વાતચીત કર્યા પછી આ જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter