વોશિંગ્ટનઃયુએસ મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને ગવર્નરની ચૂંટણીથી લઈને રાજ્ય કક્ષાના વિવિધ હોદ્દાઓ તેમજ મેયર પદ સુધીની રેસમાં ભારતીય-અમેરિકન ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ડેમોક્રેટ ઉમેદવારો અમી બેરા, અમીશ શાહ, લિસા કૌલ, પ્રિયા સુંદરેશન, રંજીવ પુરી, પૂજા શેઠી, સુહાસ સુબ્રમણ્યમ, અરુણા મિલર, રો ખન્ના, પ્રમીલા જયપાલ અને પિયા દાંડિયાએ વિજય મેળવ્યો છે. બીજી તરફ, રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર અમી એક્ટન સામે હારી ગયા છે.
વિજેતા ઉમેદવારો:
- સુહાસ સુબ્રમણ્યમ (D): વર્જિનિયા 10મો ડિસ્ટ્રિક્ટ
- પિયા દાંડિયા (D): ફ્લોરિડા 22મો ડિસ્ટ્રિક્ટ
- રો ખન્ના (D): કેલિફોર્નિયા 17મો ડિસ્ટ્રિક્ટ
- પ્રમીલા જયપાલ (D): વોશિંગ્ટન 7મો ડિસ્ટ્રિક્ટ
- અરુણા મિલર (D): મેરીલેન્ડ લેફ્ટનન્ટ ગવર્નર
- જોશ કૌલ (D): વિસકોન્સિન એટોર્ની જનરલ
- અપર્ણા રાજ (D): વોશિંગ્ટન, ડીસી કાઉન્સિલ (વોર્ડ 1)
- જ્યોત સિંહ (D): જ્યોર્જિયા હાઉસ (ડિસ્ટ્રિક્ટ 97)
- અમી બેરા(D): કેલિફોર્નિયાનો 3જો કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ
- અમીશ શાહ(D): એરિઝોનાનો 1લો કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ
- લિસા કૌલ(D): ન્યૂયોર્ક સ્ટેટ સેનેટ, ડિસ્ટ્રિક્ટ 39
- પ્રિયા સુંદરેશન(D): એરિઝોના સ્ટેટ સેનેટ, ડિસ્ટ્રિક્ટ 18
- રંજીવ પુરી(D): મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, ડિસ્ટ્રિક્ટ 24
- પૂજા શેઠી(D): — ટેક્સાસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, ડિસ્ટ્રિક્ટ 47
પરાજિત ઉમેદવારો:
- વિવેક રામાસ્વામી (R): ઓહાયો ગવર્નર
- સરિતા કોમાટીરેડ્ડી (R): ન્યૂયોર્ક એટોર્ની જનરલ
- રીતેશ ટંડન (R): કેલિફોર્નિયા 17મો ડિસ્ટ્રિક્ટ
- નીરવ શેઠ (R): વોશિંગ્ટન 7મો ડિસ્ટ્રિક્ટ
- મહેશ ગનોરકર (R): નોર્થ કેરોલિના 4થો ડિસ્ટ્રિક્ટ
- અનિલ કુમાર (I): મિશિગન 11મો ડિસ્ટ્રિક્ટ
- સંદીપ શ્રીવાસ્તવ(D): ટેક્સાસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, ડિસ્ટ્રિક્ટ 66
- શુચિતા પટેલ (D): ફોર્સિથ કાઉન્ટી કમિશન, ડિસ્ટ્રિક્ટ 3 (જ્યોર્જિયા)


