યુક્રેનની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટીવી કોમેડિયનની જંગી બહુમતીથી જીત

Wednesday 24th April 2019 07:59 EDT
 
 

કીવઃ યુક્રેનમાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ૨૨મીએ ચોંકાવનારું પરિણામ આવ્યું હતું. યુક્રેનમાં ૭૩ ટકા મત સાથે વોલોદિમીર ઝેલેનસ્કી નામના કોમેડિયનની ચૂંટણીમાં જીત થઈ અને તે યુક્રેનના રાષ્ટ્રપતિ બની ગયા. જેલેસ્કી પાસે કોઇ પણ પ્રકારનો રાજકીય અનુભવ નથી.
રાજકીય અનુભવના નામે માત્ર એક વખત તેણે એક ટીવી શોમાં રાષ્ટ્રપતિનો રોલ કર્યો હતો. યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ પેટ્રો પોરેશેંકોને વોલોદિમીર ઝેલેનસ્કી સામે બહુ ખરાબ રીતે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. દેશના દરેક ભાગમાં તેમને હાર મળી છે. પોરેશેંકોને માત્ર ૨૪ ટકા મત મળ્યા છે. ૪૧ વર્ષીય કોમેડિયન વોલોદિમીર ઝેલેનસ્કીએ ‘સર્વન્ટ ઓફ પીપલ’ નામના ટીવી શોમાં એક શિક્ષકનો રોલ કર્યો હતો.એ વખતે આ કોમેડિયને આપેલું ભ્રષ્ટચાર વિરોધી ભાષણ વાયરલ બને છે અને તે રાષ્ટ્રપતિ બની જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter