યુદ્ધનો એક-એક દિવસ માનવતા માટે હાનિકારકઃ મોદી

Thursday 03rd September 2026 05:04 EDT
 
 

બિશ્કેક: શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટની સમાંતરે વડાપ્રધાન મોદીએ સોમવારે રશિયન પ્રમુખ પુતિન સાથે ઉષ્માપૂર્ણ બેઠક યોજી હતી. બંને નેતાઓ મળતાં જ એકબીજાને ઉમળકાભેર ભેટ્યા હતા. અડધો કલાક લાંબી આ મંત્રણા દરમિયાન મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ભારત તરફથી તમામ શાંતિપૂર્ણ પ્રયાસોને સમર્થન દોહરાવ્યું હતું. તેમણે કહ્યું કે યુદ્ધનો પ્રત્યેક વીતી રહેલો દિવસ માનવતાને પાછળ ધકેલી રહ્યો છે અને હવે હિંસા સમાપ્ત કરવાની દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. રશિયાનું યૂક્રેન સાથેનું યુદ્ધ હવે પૂરું થવું જોઇએ. યુદ્ધનો એક-એક દિવસ માનવતા માટે હાનિકારક છે અને તેનાથી દુનિયા આગળ વધવાને બદલે પાછળ જઈ રહી છે. મોદીએ બંને પક્ષોને શત્રુતા સમાપ્ત કરવા અને સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસો તેજ કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો.
પ્રમુખ પુતિને જણાવ્યું કે ભારત-રશિયા સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. તેમણે આ મજબૂતીમાં મોદીના વ્યક્તિગત ધ્યાન અને બંને દેશો વચ્ચેના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યા. પુતિને ભારત-રશિયા સંબંધોને આગળ વધારવામાં મોદીની ભૂમિકાની પ્રશંસા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter