યુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલાં મૃત્યુ?

Saturday 04th April 2026 06:25 EDT
 
 

28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે ઈરાનની ઉપર હુમલા શરૂ કર્યા હતા, ત્યારથી મરણાંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં સાડા ચાર હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી સૌથી વધુ મૃત્યુ ઈરાનમાં થયાં છે.
• ઈરાન: અમેરિકાસ્થિત સંગઠન હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ઇન ઈરાનના જણાવ્યા પ્રમાણે, યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં ઈરાનમાં 3,492 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાંથી 1,574 સામાન્ય નાગરિક છે. આ સિવાય ઓછામાં ઓછા 236 બાળકો મૃત્યુ પામ્યા છે.
• ઇઝરાયલ: ઇઝરાયલની એમ્બુલન્સ સેવા મેગન ડેવિડ એડોમના (એમડીએ) જણાવ્યા પ્રમાણે, યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં મિસાઇલ હુમલામાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય લેબેનોનમાં ઇઝરાયલની સેનાના નવ સૈનિક માર્યા ગયા છે.
• લેબેનોન: લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ત્યાં 1,247 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 124 બાળકોનો પણ સમાવેશ થાય છે.
• ખાડી દેશો: ખાડી દેશોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી મોટા ભાગે સુરક્ષાબળોના સભ્ય કે વિદેશી શ્રમિક છે. જેમાંથી સંયુક્ત આરબ અમીરાતમાં (યુએઈ) 11 અને કુવૈતમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય ઓમાન, સાઉદી અરેબિયા તથા બહરીનમાં બે-બે મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter