યુસુફ અલીને સાઉદી અરેબિયાનું ગ્રીનકાર્ડ

Wednesday 04th March 2020 06:44 EST
 

દુબઈઃ અબુધાબી સ્થિત ભારતીય રિટેલ બિઝનેસમેન યુસુફ અલી સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. યુસુફ અલીની ઓફિસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી અપાઈ છે. લુલુ ગ્રુપના ચેરમેન ૬૪ વર્ષીય યુસુફ અલીને ગયા વર્ષે ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં યુએઇમાં સૌથી ધનિક વિદેશી તરીકે દર્શાવાયા હતાં. સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મળતા હવે તે ત્યાં કોઇ પણ સ્પોન્સર વગર ત્યાં રહી શકશે. કામ કરી શકશે તથા પોતાનો બિઝનેસ કરી શકશે તથા સંપત્તિ પણ ખરીદી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter