ભારત-રશિયાની મિત્રતામાં ફાચર મારવાના અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પના ઉધામા ફળવાના નથી તેનો સંદેશ આ તસવીર આપે છે. સમિટ પૂરી થયે ભારત-રશિયાની દ્વિપક્ષીય મંત્રણા શિડ્યુલ હતી. પુતિને જોયું કે વડાપ્રધાન મોદી પણ મંત્રણા સ્થળે પહોંચવા નીકળી રહ્યા છે તો તેમને સાથે લઇ જવા 10 મિનિટ રાહ જોતાં લિમોઝિનમાં બેસી રહ્યા. બન્ને નેતા મંત્રણા સ્થળે એક કારમાં પહોંચ્યા એટલું જ નહીં, હોટેલ પહોંચ્યા પછી પણ બન્ને નેતાઓએ કારમાં એકલાં જ બેઠાં બેઠાં 50 મિનિટ ચર્ચા કર્યા બાદ મંત્રણા સ્થળે પ્રવેશ્યા હતા.