રશિયા સાથે યુદ્ધ? ના ભાઈ, યુરોપ ધોવાઈ જશે!

Friday 15th December 2023 04:57 EST
 
 

મોસ્કોઃ રશિયા સાથે યુક્રેનના યુદ્ધને દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે અને તે હજુ અટકવાનું નામ લેતું નથી. તાજેતરમાં બર્લિન ખાતે ઉચ્ચ સ્તરીય ડિફેન્સ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રશિયા સાથે યુદ્ધની શક્યતા વિશે વિચાર કરાયો હતો. ઘણા જર્મન લશ્કરી જનરલોએ સ્પષ્ટ કર્યું હતું કે નાટો તેના પૂર્વીય ક્ષેત્રે સંરક્ષણાત્મક યુદ્ધમાં જ પહેલી લડાઈ જીતી શકે નહિ કારણ કે ફ્રન્ટલાઈન પર ઝડપથી પૂરતા પ્રમાણમાં દળો અને શસ્ત્રસરંજામ પહોંચાડવામાં જ તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. જર્મનીને યુદ્ધ માટે તૈયાર થવામાં જ 15 વર્ષ લાગી જશે. સૈનિકોની સંખ્યા પણ ઘટી રહી છે.
બીજી તરફ, દેશના 71 ટકા મતદારોએ યુરોપના રક્ષણની જવાબદારીમાં જર્મનીએ નેતૃત્વ સંભાળવું જોઈએ તેવા વિચારને ફગાવી દીધો છે. યુરોપિયન આર્મી સ્થાપવાનો વિચાર પણ હવાઈ ગયો છે. આવા સમયે રશિયા સાથે યુદ્ધ જગાવાય તો યુરોપ જ ધોવાઈ જાય તેવો ભય વ્યક્ત કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter