મોસ્કો: રાજધાની મોસ્કોના પરા વિસ્તારમાં રવિવારે ડોમેસ્ટિક ફ્લાઇટ ક્રેશ થઈ હતી. રશિયન સરકારે આ અંગે જણાવ્યું કે, સારાતોવ એરલાઇન્સનું એન્તોનોવ એન-૧૪૮ દોમોદેદોવ એર પોર્ટથી ઉડાન ભરીને ઓસ્ક જતું હતું. આ વિમાનમાં ૬૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ હતાં. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે દોમોદેદોવ એર પોર્ટ ઉપરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ફ્લાઈટને હવામાં આગ લાગી હતી. લોકોએ હવામાંથી સળગતો કાટમાળ જમીન ઉપર પડતો જોયો હતો. પ્લેન હવામાં જ ભડકે બળ્યું હોવાથી તમામ ૭૧નાં મોત થયાંનું માનવામાં આવે છે.